ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીતા


જીતા [               ]: જાતના કોળી હોવાની અનુશ્રુતિ. એમના ગોપીના હૃદયોદ્ગાર રૂપે કૃષ્ણભક્તિનાં ૩ પદો (મુ.) મળે છે, જેમાં પરંપરાગત અલંકારો ને અભિવ્યક્તિ છટા ઉપરાંત લોકભાવ ને કલ્પનાનો વિનિયોગ છે. કૃતિ : પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ગૂહાયાદી. [કા.શા.]