જીવણજી-૨ [ઈ.૧૬૫૨માં હયાત] : જૈન સાધુ. ચતુરમુનિના શિષ્ય. ‘મંગલકલશ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૫૨)ના કર્તા. કર્તા ભૂલથી જીવણસિંહ નામથી પણ નોંધાયા છે. સંદર્ભ : ૧. કૅટલૉગગુરા; ૨. મુપુગૂહસૂચી.[ર.સો.]