જેઠો-૨ [ઈ.૧૮૪૨માં હયાત] : જ્ઞાતિઓ ઔદિચ્ય બ્રાહ્મણ. પિતા મૂલજી વ્યાસ. પોતાને ‘દેરાશી’ તરીકે પણ ઓળખાવે છે. એમણે ૫ કડવાંના ‘શીતળાદેવીનું આખ્યાન’ (ર.ઈ.૧૮૪૨/સં.૧૮૯૮, શ્રાવણ વદ ૬, શનિવાર)ની રચના કરી છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. કદૃહસૂચિ; ૩. ગૂહાયાદી.[કૌ.બ્ર.]