ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેરામ-૨


જેરામ-૨ [               ]: જૈન. ‘તપબહુમાન-ભાસ’ તથા ‘પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.)ના કર્તા. ‘પાર્શ્વનાથ સ્તુતિ’માં ‘ઋષભચરણકમલકીર્તિ’ એ શબ્દો ગૂંથાયા છે તે કદાચ કવિના ગુરુનામના વાચક હોય. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : લીંહસૂચી.[શ્ર.ત્રિ.]