ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તિલકચંદ-૨


તિલકચંદ-૨ [ઈ.૧૭૮૪માં હયાત] : જૈન. પોતાને શા. તરીકે ઓળખાવે છે. વિજ્યગચ્છના ઉદયસાગરના શિષ્ય. ૧૧ કડીના ‘શત્રુંજ્યતીર્થ-સ્તવન’ (ર.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦, વૈશાખ સુદ ૩)ના કર્તા. આ કૃતિ ભૂલથી જયરંગશિષ્ય તિલકચંદને નામે નોંધાયેલી છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]