ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/ત્રિકમ-૨ તીકમ-મુનિ


ત્રિકમ-૨/તીકમ(મુનિ) [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : નાગોરગચ્છના જૈન સાધુ. આચાર્ય રૂપચંદની પરંપરામાં વણવીરના શિષ્ય. ‘અમરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૨), ૧૧ ઢાળ અને ૨૨૪/૩૨૫ કડીની ‘રૂપચંદઋષિનો રાસ’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯, ભાદરવા વદ ૩, બુધવાર), ૧૭ ઢાળની ૩૪૧ ગ્રંથાગ્રની ‘વંકચૂલ ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, ભાદરવા સુદ ૧૧, ગુરુવાર) અને ‘ચિત્રરસંભૂતિ-ચોઢાળિયાં’એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી.[શ્ર.ત્રિ.]