ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયારામ-૩


દયારામ-૩ [               ]: જ્ઞાતિએ બ્રાહ્મણ’ ‘બાંણુવાની સાલ મધે’ એટલે સંભવત: સં. ૧૮૯૨ (ઈ.૧૮૩૬)માં રચાયેલા તેમના ૧૯૦ કડીના ‘સોલંકીનો ગરબો’ (મુ.)માં વજા સોલંકીને ત્યાં જન્મેલી પુત્રી, જેને પુત્ર તરીકે જાહેર કરી પરણાવવામાં આવે છે તે નારી મટીને નર બને છે તેનું વૃત્તાંત વીગતે વર્ણવાયું છે અને તે દ્વારા બહુચરાનો પ્રતાપ દર્શાવવામાં આવ્યો છે. આ નામે નોંધાયેલો ‘બહુચરાનો ગરબો’ પણ આ જ કૃતિ હોવાની સંભાવના છે. કૃતિ : ભગવતી કાવ્યસંગ્રહ : ૧, પ્ર. શા. ઉત્તમરામ ઉમેદચંદ્ર, ઈ.૧૮૬૭.[કી.જો.]