ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દલ્હ


દલ્હ [ઈ.૧૪૮૧માં હયાત] : ૩૦૦ કડીની હિંદી ભાષાની છાંટવાળી ‘બિલ્હણચરિ-ચોપાઈ’ (ર.ઈ.૧૪૮૧/સં. ૧૫૩૭, વૈશાખ સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).[કી.જો.]