ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દિનકરસાગર


દિનકરસાગર [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. પ્રધાનસાગરના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૮૦૩/સં. ૧૮૫૯, પોષ સુદ ૧૫), ‘ચોવીસજિન-ચરિત્ર’ (ર.ઈ.૧૮૨૩/સં. ૧૮૭૯, મહા સુદ ૫) તથા ૧૭ કડીના ‘માનતુંગી-સ્તવન’ (ર.ઈ.૧૮૨૩/સં. ૧૮૭૯, માગશર વદ ૩) - એ કૃતિઓના કર્તા. ‘માનતુંગી-સ્તવન’ની ર.સં. ૧૭૭૯ નોંધાયેલી છે તે છાપભૂલ જણાય છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]