ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવરત્ન-૩
દેવરત્ન-૩ [ ] : આગમગચ્છના જૈન સાધુ. ગુણરત્નસૂરિના શિષ્ય. ‘ગજસિંહકુમાર-રાસ’ના કર્તા. કૃતિનો સમય ઈ.૧૪૫૭ આસપાસનો ગણવામાં આવેલો છે. આ સઘળી માહિતી ભૂલભરેલી હોય અને કવિ વસ્તુત: દેવરત્ન-૨ હોય એવી પણ સંભાવના છે. સંદર્ભ : જૈસાઇતિહાસ [ર.ર.દ.]