ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવરાજ


દેવરાજ : દેવરાજને નામે ૬૨/૬૪ કડીની ‘વીરધવલ-ઋષિ-રાસ/સુકોશલઋષિ-ઢાળ/ચોપાઈ’ (લે.ઈ.૧૬૩૩) તથા દેવરાજમુનિને નામે ‘સીમંધરસ્વામી-વિનતિ’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે તે દેવરાજ-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. ‘સુકોશલઋષિઢાળ’ દેવરાજ-૧ને નામે મુકાયેલ છે પણ તે માટે કશો આધાર નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. રાહસૂચી : ૨, ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧ [કી.જો.]