ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવારામ
દેવારામ [ ] : “રામગુરુ સ્વામી પૂરણ મળિયા” એ પંક્તિને કારણે કવિ પૂરણ સ્વામીના શિષ્ય હોવાનું સમજાય છે. એમના આ ગણપતિના પદ (મુ.)માં વસ્તુત: સાધુઓના મનમાં રમતા યોગનું સ્વરૂપ આલેખાયું છે. પદની ભાષામાં હિંદીની છાંટ છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (+સં.); ૨. સોસંવાણી [કી.જો.]