ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મદાસ-૪


ધર્મદાસ-૪ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ગુજરાતી લોંકાગચ્છના કુંવરજીપક્ષના જૈન સાધુ. શ્રીમલ્લજીશિષ્ય રત્નસિંહના શિષ્ય. ૫૩ કડીના નેમિજિન-સ્તવન-રાગમાળા’ (ર.ઈ.૧૬૨૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]