ધર્મરુચિ [ઈ.૧૫૦૫માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિની પરંપરામાં ધર્મહંસના શિષ્ય. ‘અજાપુત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૫/સં. ૧૫૬૧, વૈશાખ સુદ ૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]