ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મસાગરશિષ્ય


ધર્મસાગરશિષ્ય [ઈ.૧૫૯૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જીવર્ષિગણિના શિષ્ય મહોપાધ્યાય ધર્મસાગરગણિના શિષ્ય. ‘ધર્મસાગરનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૫૯૭)ના કર્તા. સંદર્ભ : જૈસાઇતિહાસ. [કી.જો.]