ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મહંસ-૧


ધર્મહંસ-૧ [ઈ.૧૫૯૩ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. જ્ઞાનરત્નસૂરિ શિષ્ય હેમરત્નના શિષ્ય. ૯ ઢાળ અને ૫૫/૫૯ કડીની ‘શિયળ-નવવાડ સ્વરૂપ-સઝાય’ (લે.ઈ.૧૫૯૩)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [ચ.શે.]