ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભુવનકીર્તિ
ભુવનકીર્તિ : આ નામે ૮ કડીનું ‘કાયાજીવ-સંવાદ’ (લે.સં. ૧૮મી સદી અનુ.); ૮/૯ કડીનું ‘નેમિ-ગીત/નેમરાજીમતી-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૯ કડીનું ‘બાહુબલિ-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૯ કડીનું ‘વયરસ્વામી-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૬ કડીનું ‘ઋષભદેવ-ગીત’ (લે. સં. ૧૯મી સદી), ‘પાર્શ્વનાથલઘુ-સ્તવન’, ૮ કડીનું ‘આત્મ-ગીત’, ૯ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વ-સ્તવન’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સમ્બન્ધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા; ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપૂગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]