ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિસુંદર


મતિસુંદર  : આ નામે રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં ‘સરસ્વતી છંદ’ (લે.સં.૧૭મી સદી) તથા ‘વિક્રમવેલિ’ એ કૃતિઓ મળે છે. આ મતિસુંદર-૧ છે કે અન્ય તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. રાપુહસૂચી : ૪૨; ૩. રાહસૂચી : ૧.[કી.જો.]