ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મયાચંદ-૨
મયાચંદ-૨ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : લોંકાગચ્છના જૈન સાધુ. કૃષ્ણદાસજીની પરંપરામાં લીલાધરજીના શિષ્ય. ૨૭ ઢાળના ‘ગજસિંહરાજાનો રાસ’ (ર.ઈ.૧૭૫૯/સં.૧૮૧૫, ચૈત્ર વદ ૮, ગુરુવાર), ૧૧ કડીની ‘દ્રૌપદીની સઝાય’(મુ.), અને ૧૫ કડીની ‘સુદર્શનશેઠની સઝાય’ (ર.ઈ.૧૭૫૯/સં.૧૮૧૫, શ્રાવણ-; મુ.)ના કર્તા. સંસ્કૃત રચના ‘જ્ઞાનક્રિયાવાદ’ (ર.ઈ.૧૭૪૮) મયાચંદ્રની છે તેવો ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ ઉલ્લેખ કરે છે. તે અને પ્રસ્તુત મયાચંદ એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]