ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂલદાસ-મૂળદાસ


મૂલદાસ/મૂળદાસ [                ] : આ નામે મળતાં ૬ કડીના ‘દાણલીલાનો ગરબો’(મુ.) તથા ૫ કડીના કૃષ્ણભક્તિના ૧ પદ(મુ.)ને અંતે “અમે ભેટ્યા રવિ ગુરુ ભાણ ત્રિકમ અમને તારો રે” કે “મળ્યા ખેમ રવિ ભાણ રવિરામ” એવા ઉલ્લેખ મળે છે. તેના પરથી કવિ રવિભાણ સંપ્રદાયના અને મૂળદાસ-૧થી જુદા હોવાની સંભાવના છે. કૃતિ : નવરાત્રિમાં ગાવાના ગરબા સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬; ૨. ભસાસિંધુ.[શ્ર.ત્રિ.]