ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજસમુદ્ર-૧
રાજસમુદ્ર-૧ : જુઓ જિનરાજસૂરિ(જિનસિંહશિષ્ય). રાજસાગર(વાચક) : આ નામે ૩૩૭ કડીની ‘સાધુવંદના’ (ર.ઈ.૧૬૨૫), ૨૬ કડીનું ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯), ‘પરદેશીરાય-રાસ (ર.ઈ.૧૬૨૧), ૨૪ કડીની ‘સિમંધરજિન-વિનતિ’ તથા ૧૪ કડીનું ‘ત્રણ ચોવીસી ૭૨ જિન-સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા રાજસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]