ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મણ-૧


લક્ષ્મણ-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : શ્રાવક કવિ, ૮૨ કડીના ‘નેમિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૪૬૩/સં.૧૫૧૯ કારતક-), ભાસ એ ચોપાઈબંધમાં ૯૪/૯૭ કડીના ‘મહાવીરચરિત (કલ્પસિદ્ધાંતભાષિત)-ચોપાઈ/સ્તવન’ (ર.ઈ.૧૪૬૫/સં.૧૫૨૧, ફાગણ વદ ૭, સોમવાર; મુ.), ‘ચિંહુગતિ-વેલિ(ર.ઈ.૧૪૬૫), ‘સિદ્ધાંતસાર-પ્રવચનસાર-રાસ’ (ર.ઈ.૧૪૬૫), ૨૫ કડીના ‘ચતુર્વિંશતિજિનનમસ્કાર/ચોવીસતીર્થકર-નમસ્કાર’ (ર.ઈ.૧૫૧૨), ૧૦ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ તથા ૮૨ કડીના ‘શાલિભદ્ર-વિવાહલુ’ના કર્તા. કૃતિ : ૧. નયુકવિઓ;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ ૧૯૪૦-‘શ્રી વીરચરિતમ્’ સં. વિજ્યતીન્દ્રસૂરિજી. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. પ્રાકારૂપરંપરા; ૩. પાંગુહસ્તલેખો;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ; ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧[કી.જો.]