લક્ષ્મણ-૨ [ઈ.૧૭૦૨માં હયાત] : મલધારગચ્છના જૈન સાધુ. વાચક ભગવંતવિલાસના શિષ્ય. ‘છ આરાની ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, ફાગણ સુદ ૧૩, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૨. [કી.જો.]