ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીવિજ્ય-૧


લક્ષ્મીવિજ્ય-૧ [ઈ.૧૬૭૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિમલહર્ષની પરંપરામાં પુન્યવિજ્યના શિષ્ય ‘શ્રીપાલમયણાસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, ભાદરવા સુદ ૯)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૨. [કા.શા.]