ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયલાભ-બાલચંદ


વિનયલાભ/બાલચંદ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં વિનયપ્રમોદના શિષ્ય. ૪ ખંડમાં વિભાજિત ૬૨ ઢાળની ‘દેવરાજવચ્છરાજની કથા/ચોપાઈ/વચ્છરાજ-રાસ’ (ર.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, પોષ વદ ૨, સોમવાર), ૩ ખંડ ને ૬૯ ઢાળની ‘વિક્રમ-ચોપાઈ/સિંહાસન-બત્રીશી’ (ર.ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, શ્રાવણ વદ ૭) તથા ૫૬ કડીની ‘સવૈયા-બાવની’ના કર્તા. સંદર્ભ - ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]