ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવદાસશિષ્ય
શિવદાસશિષ્ય [ ] : ૨૩ કડવાંના ‘શિવવિવાહ’ (લે.સં.૧૯મી સદી)ના કર્તા. કૃતિને અંતે કવિએ આપેલી માહિતી મુજબ તેઓ અમદાવાદની રાજામહેતાની પોળના વતની અને શ્રીમાળી કુળના હતા. ‘ડિસ્ક્રિપ્ટિવ કેટલૉગ ઑવ ગુજરાતી, હિન્દી એન્ડ મરાઠી મેન્યુસ્ક્રિપ્ટસ ઑવ બી. જે. ઇન્સ્ટિટ્યુટ મ્યૂઝિયમ’માં આ કૃતિના કર્તા તરીકે શિવદાસને નોંધવામાં આવ્યા છે, પરંતુ કૃતિમાં કવિ પોતાને ‘શિવદાસ તણો હું દાસજી’ એ રીતે ઓળખાવે છે. સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [જ.ગા.]