ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંઘકલશ ગણિ
સંઘકલશ(ગણિ) [ઈ.૧૪૪૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રત્નશેખરસૂરિની પરંપરામાં ઉદયનંદીના શિષ્ય. ગુજરાતી ને અન્ય સાત ભાષાઓમાં રચાયેલા ૧૧૩ કડીના ‘સમ્યકત્વ-રાસ’ (ર.ઈ.૧૪૪૯/સં.૧૫૦૫, માગશર-)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૧-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સંદોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]