ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સામલ
સામલ [ઈ.૧૭૦૪ સુધીમાં] : રાધાની વિહરવ્યથાને નિરૂપતા ‘બારમાસ’ (લે.ઈ.૧૭૦૨થી૧૭૦૪; મુ.)ના કર્તા. કૃતિમાં આલેખાયેલો વિપ્રલંભશૃંગાર એની ઉત્કટતાથી ધ્યાન ખેંચે છે. કૃતિના કર્તા જૈનેતર છે. કાવ્યને અંતે આવતી પંક્તિ “ભૃગુભમાનંદને નેહ ગાયો, સામલેં સ્નેહ કરી બાંહ સાહયો”ને આધારે કૃતિના કર્તા સામલ અને પિતા ભૃગુભમા(?) હોવાનું અનુમાન થયું છે. કૃતિ : બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૩૦-‘સામલકૃત બારમાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.). [શ્ર.ત્રિ.]