ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિપ્રભ-૨
સુમતિપ્રભ-૨ [ઈ.૧૭૬૬માં હયાત] : પિંગલગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં પુણ્યસાગર-સુખપ્રભના શિષ્ય. ૪૮ ઢાળની ‘અજાપુત્ર-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૭૬૬/સં.૧૮૨૨, વૈશાખ સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]