ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિવિજ્ય-૧
સુમતિવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જિનરાજસૂરિની પરંપરાના ખરતરગચ્છીય સાધુ. ૬ કડીના ‘જિનરાજસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ જિનરાજસૂરિના શાસનકાળ (ઈ.૧૬૧૮-૧૬૪૩) દરમ્યાન રચાઈ હોવાનું લાગે છે. તો કવિ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધમાં થયા હોય એમ કહી શકાય. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨-‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’ [ર.ર.દ.]