ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુલેમાન ભગત મહંમદ


સુલેમાન(ભગત)મહંમદ [ઈ.૧૬૯૯ પછી] : મુસ્લિમકવિ, કાયમુદ્દીન પીરના શિષ્ય. વતન સારોદ (તા. જંબુસર), પણ પછીથી વડોદરા પાસે અકોટા ગામે આવીને વસ્યા હતા. પ્રેમલક્ષણાભક્તિનું નિરૂપણ કરતા ચારથી ૮ કડીનાં ભજનો(મુ.)ના કર્તા. તેમણે ઉર્દૂભાષામાં લખાયેલા ‘નુરેરોશન’ (ર.ઈ.૧૬૯૯) ગ્રંથનો ગુજરાતીમાં ઉતારો કર્યો હતો. કૃતિ : ભક્તિસાગર, સંગ્રા. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). [ર.ર.દ.]