ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હનુમાનગરુડ-હંવાદ’


‘હનુમાનગરુડ-હંવાદ’ : આરંભની ૧ કડી ટેકની અને પછી ૪ કડીના ૧૦ એકમ એ રીતે કુલ લાવણીની ૪૧ કડીમાં રચાયેલી દયારામની આ કૃતિ(મુ.)માં કૃષ્ણની વાડીમાં પેહી જનાર હનુમાન અને વાડીનું રક્ષણ કરનાર ગરુડ વચ્ચેનો હંવાદ આલેખાયો છે. બન્ને એકબીજાની અને એકબીજાના હ્વામીઓ-રામ અને કૃષ્ણ-ની નિંદા કરે છે, એમાં એમના જીવનની પુરાણપ્રહિદ્ધ હકીકતોનો આધાર લેવાયેલો છે. એથી કાવ્ય કેટલેક અંશે વિનોદાત્મક બન્યું છે. અંતે કૃષ્ણ રામની આણ કહેવડાવે છે ને હનુમાનને રઘુનાથ રૂપે દર્શન દે છે એમાં એ બન્નેના એકત્વનું હૂચન કવિ કરે છે. કવિ હ્પષ્ટતા કરે છે કે “વાણીવિલાહ કર્યો છે આ, નથી નિંદા ઉચ્ચારણ” અને રામકૃષ્ણ પ્રત્યેની પોતાની પ્રીતિ પ્રગટ કરે છે. [જ.કો.] હમીર(દાહ) [ઈ.૧૮૧૯ હુધીમાં] : ‘કૃષ્ણજીની નિશાળલીલા’ (લે.ઈ.૧૮૧૯)ના કર્તા. હંદર્ભ : હેજૈજ્ઞાહૂચિ : ૧. [કી.જો.]