અંતરંગકૃતિ (Subtext) : કવિતા કે કથાની વ્યક્તબાહ્ય વસ્તુસંકલનાની નીચે રહેલાં આંતરસંકેતો અને આંતરપરિસ્થિતિ. આ દ્વારા આડકતરી અર્થચ્છાયાઓ પરથી ભાવકે કૃતિનાં ધ્યેય અને પ્રયોજનો તારવવાનાં રહે છે. ચં.ટો.