ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંતરાવલિકા


અંતરાવલિકા (Interlude) : પંદરમી અને સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં પ્રચલિત એવી નાટિકા જે દીર્ઘ નાટકના બે અંકોની વચમાં કે રાજદરબાર અથવા મહાશાળાઓમાં કોઈ સમારંભની વચમાં ભજવવામાં આવતી. તેનો મુખ્ય આશય મનોરંજન પૂરું પાડવાનો હોઈ તેનું વસ્તુ હાસ્યપૂર્ણ રહેતું. સંસ્કૃત નાટકોમાં આવતાં ‘વિષ્કંભક’ સાથે આ પ્રકારની નાટિકા માત્ર સ્થાનસામ્ય ધરાવે છે. વિષ્કંભક પણ બે અંકોની વચમાં આવતો ભાગ છે, પણ તે સ્વતંત્ર નાટિકા નથી. પ.ના