ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંશસંચય
અંશ-સંચય (Analects) : સામાન્ય રીતે એક જ લેખકની કૃતિઓમાંથી પસંદ કરવામાં આવેલાં ઉત્તમ સાહિત્યિક વિધાનો, પરિચ્છેદોનો સંચય. ચીનીચિંતક કન્ફ્યુશિયસના ચિંતનમાંથી તારવેલા સાર્વત્રિક અનુસન્ધાન ધરાવતા અંશોનો સંચય જાણીતો છે. જ્ઞાનપ્રદ લેખન કે સાહિત્યના ઇતિહાસમાં અમૂલ્ય ઠરેલી સામગ્રી એકીસાથે પ્રાપ્ત થાય તે હેતુથી આ પ્રકારના સંચયો રચવામાં આવે છે.
પ.ના.