ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અધિવિવેચન


અધિવિવેચન(Metacrticism) : વિવેચન પરના વિવેચનને સ્પર્શતી સંજ્ઞા. વિવેચનનાં સિદ્ધાન્તો, પદ્ધતિઓ અને એની પરિભાષાની તપાસ એનું ક્ષેત્ર છે. એનું કાર્ય વિવેચનના સિદ્ધાન્તોનું સર્વસામાન્ય નિરીક્ષણ હોઈ શકે અને ચોક્કસ વિવેચનવિવાદો કે ચોક્કસ વિવેચકોનો અભ્યાસ પણ હોઈ શકે. વિવેચનલક્ષી અર્થઘટનો અને મૂલ્યાંકનમાં નિહિત સિદ્ધાન્તોની વિચારણા સાથે આ સંજ્ઞાને નિકટનો સંબંધ છે. ચં.ટો.