ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુપ્રયુક્તિ


અનુપ્રયુક્તિ/વિનિયોગ(Application) : સાહિત્યિક સિદ્ધાન્તની પ્રત્યક્ષ વિવેચનમાં અનુપ્રયુક્તિ કે કોઈપણ સાહિત્યના પ્રતિમાનની કોઈ ચોક્કસ કૃતિના વિવેચન વખતે અભાનપણે કે સભાનપણે થતી અનુપ્રયુક્તિ. ક્યારેક સાહિત્યસિદ્ધાન્તને ઉપસાવવા અન્ય શાસ્ત્રોમાંથી આવતા સિદ્ધાન્તની કે પ્રતિમાનની અનુપ્રયુક્તિ. જેમકે આનંદવર્ધન ‘ધ્વન્યાલોક’માં સાહિત્યક્ષેત્રે ધ્વનિના સિદ્ધાન્ત માટે વૈયાકરણના ધ્વનિસિદ્ધાન્તની અનુપ્રયુક્તિ કરે છે. ચં.ટો.