ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુસર્જન


અનુસર્જન : શબ્દશ : અનુવાદથી માંડી મુક્ત અનુવાદ સુધીના અનુવાદના અનેક સ્તરો છે. અનુસર્જન, એ મુક્ત અનુવાદનું એક રૂપ છે; જેમાં કવિ મૂળ રચનાનું પોતાની ભાષામાં એવી રીતે રૂપાન્તર કરતો હોય છે કે એ સ્વતંત્ર રચના જ લાગે. આમ કરવામાં એને મૂળ રચનાથી ક્યારેક ખસવું પડે યા તો મૂળ કાવ્ય જોડે ખાસ્સી છૂટ પણ લેવી પડે. આમ કરવામાં ક્યારેક ઉત્તમ પરિણામ સિદ્ધ થઈ શકે છે. ઝવેરચંદ મેઘાણીનું Mrs Lacosteના Somebody’s Darling નામના કાવ્યનું ‘કોઈનો લાડકવાયો’ રૂપાન્તર સ્વતંત્ર સર્જન જેવું લાગે છે, પણ હકીકતમાં રાષ્ટ્રની તત્કાલીન પરિસ્થિતિને પ્રતિબિંબિત કરતું એ એક ઉત્તમ અનુસર્જન છે. ચં.ટો.