ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અન્યોન્ય


અન્યોન્ય : વિરોધમૂલક અલંકાર. બે વસ્તુઓ એક જ ક્રિયા દ્વારા પરસ્પર ઉપકાર કરે ત્યારે અન્યોન્ય અલંકાર બને. અહીં વસ્તુઓ બે જ હોવી જોઈએ, વધારે નહિ. તેમ જ એક જ ક્રિયા દ્વારા તેઓ પરસ્પરને ઉપકૃત કરે એવું વર્ણન હોવું જોઈએ. જેમકે ‘તારાથી શોભતી તન્વી,/તું યે એનાથી શોભતો/રાત્રિથી શોભતો ચંદ્ર,/ચંદ્રથી રાત્રિ શોભતી.’’ જ.દ.