ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અલ્પોક્તિ
અલ્પોક્તિ(Understatement) : અભિવ્યક્તિની આ એક તરેહ છે, જેના દ્વારા વસ્તુ, વિચાર કે વ્યક્તિને તેના વાસ્તવિક સ્થાનથી ઊતરતા સ્થાનનાં કે ઓછાં મહત્ત્વનાં દર્શાવવામાં આવ્યાં હોય. ‘ઠીક’, ‘સાધારણ’, ‘કદાચ’ વગેરે શબ્દોનો આ પ્રકારની અભિવ્યક્તિ માટે વિનિયોગ કરવામાં આવે છે. વાગ્મિતાકલામાં આ પ્રવિધિનો Litotes તથા Meiosis તરીકે ઉલ્લેખ મળે છે.
ચં.ટો.