ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અશિષ્ટ ઉક્તિ


અશિષ્ટ ઉક્તિ (Dysphemism) : કઠોર ઉક્તિને સ્થાને ઓછા અરુચિકર શબ્દોના પ્રયોગ રૂપે શિષ્ટ ઉક્તિ(Euphemism) જાણીતી છે. એનાથી વિરુદ્ધની આ સંજ્ઞા છે. અનુકૂળ કે તટસ્થ શબ્દોને સ્થાને અહીં ક્લેશકર કે અરુચિકર શબ્દોનો પ્રયોગ અભિપ્રેત છે. ચં.ટો.