ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આદ્યંત પુનરુક્તિ


આદ્યંત પુનરુક્તિ (Symploce) : એકના એક શબ્દ કે શબ્દજૂથનું પંક્તિઓના પ્રારંભમાં અને એકના એક શબ્દ કે શબ્દજૂથનું પંક્તિઓના અંતે યુગપત થતું પુનરાવર્તન તે આદ્યંત પુનરુક્તિ છે. બીજી રીતે કહીએ તો અહીં આદ્ય પુનરુક્તિ (Anaphora) અને અંત્યપુનરુક્તિ(epiphora)નો સાથે ઉપયોગ હોય છે. જેમકે રાવજી પટેલના કાવ્ય ‘સ્વ. હુંશીલાલની યાદમાં’ની પંક્તિઓ. ‘તમારા થૂંકની ગંગા વહે છે કાનમાં બાપા/તમારા થૂંકની જે જે થતી’તી ગામમાં બાપા’. ચં.ટો.