ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આભાસી મહાકાવ્ય


આભાસી મહાકાવ્ય (Mock-epic) : આવી કૃતિમાં મહાકાવ્યની શૈલી કે રીતિનું વિસંગતિપૂર્ણ હાસ્યાસ્પદ અનુકરણ હોય છે. ભવ્ય રીતિ અને ગંભીર ઉચ્ચ ભાવોને તેમજ આધિભૌતિક પ્રવિધિઓને અહીં તુચ્છ કે ક્ષુદ્ર વિષય માટે પ્રયોજેલાં હોય છે. પ.ના.