ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપસાધક


ઉપસાધક(Parergon) : કલાવસ્તુના આંતર અને બાહ્યના સમસ્યાપૂર્ણ સંબંધ સંદર્ભે ચર્ચા કરતાં દેરિદાએ આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. જેને અલંકરણ કહેવાય અને જે કલાવસ્તુના પ્રતિનિધિમાં આંતરિક ઘટક નથી એ ઉપસાધક પણ પોતાના સ્વરૂપમાત્રથી આહ્લાદ જન્માવવામાં કામગીરી બજાવે છે. ચિત્ર પરિગત (Frame), મૂર્તિ પરના પડદા કે મહેલોના થાંભલાઓ આવી ઉપસાધક સામગ્રી છે. ઉપસાધક બહાર રહીને આંતરિક પરિચાલન સાથે સંબંધિત રહે છે અને એને સહાયક નીવડે છે. ટૂંકમાં, કોઈપણ કલાવસ્તુની આંતરિકતા અને બાહ્યતાની સમસ્યાના પ્રદેશમાં આ સંજ્ઞા રોપાયેલી છે. <Right|ચં.ટો.}}