ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઐતિહાસિક દસ્તાવેજ


ઐતિહાસિક દસ્તાવેજ(Chronicles) : મહત્ત્વની ઐતિહાસિક ઘટનાઓનો સમયાનુક્રમે લખાતો દસ્તાવેજ. ઇતિહાસલેખનની આ અત્યંત સામાન્ય પણ પાયાની શરૂઆત હતી. આ પ્રકારનો લખાણનો સાહિત્ય સાથે સીધો સંબંધ નહોતો છતાં સાહિત્યકૃતિઓ માટે ઘણા સર્જકોને તેમાંથી પ્રેરણા મળી. જેમકે ફ્રોઈસાર્ટ(Froissart)ના ઐતિહાસિક દસ્તાવેજોને આધારે શેક્સપિયરે ‘રિચાર્ડ–૨’ જેવાં અનેક નાટકો લખ્યાં. પ.ના.