ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કારણમાલા


કારણમાલા : શૃંખલામૂલક અલંકાર. અહીં કારણ-કાર્યનાં જોડકાંની પરંપરા હોય છે. દરેક પૂર્વ અર્થ તેના પછી આવતા અર્થનું કારણ બને ત્યારે કારણમાલા અલંકાર બને છે. જેમકે ‘‘વિદ્વાનોનો સંગ વિદ્યાનું કારણ છે, વિદ્યા વિનયનું, વિનય લોકાનુરાગનું અને લોકાનુરાગ શેનું કારણ નથી?’’ જ.દ.