ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાલવ્યુત્કમ
કાલવ્યુત્ક્રમ/કાલદોષ/કાલવિપર્યાસ (Anachronism) : સાહિત્યકૃતિમાં કોઈક પ્રસંગ, દૃશ્ય, પાત્ર કે શબ્દને તેના સાચા ઐતિહાસિક સમયમાં ન રજૂ કરતાં જુદા જ ઐતિહાસિક સમયમાં ભૂલથી કે સહેતુક રજૂ કરવા તે. આ મુજબનો સમયનો ભેદ અજાણતાં થયો હોય ત્યારે તે દોષ બને છે. કેટલીક સાહિત્યિક કૃતિઓમાં અને મહદ્ અંશે વિજ્ઞાનકથાસાહિત્યમાં આ પ્રવિધિનો સહેતુક વિનિયોગ કરવામાં આવે છે. ચં.ટો.