ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કોટિ



કોટિ (Conceit) : આનો મૂળ અર્થ કલ્પન કે ભાવ થાય છે. આ કલ્પન કે ભાવ તદ્દન અણસરખી વસ્તુ કે પરિસ્થિતિની ધ્યાનપાત્ર સમાન્તરતા સ્થાપી આપે છે. પણ પછી આ સંજ્ઞા અપકર્ષી બની. તરંગની અભિવ્યક્તિ અતિવિસ્તૃત સાદૃશ્યનું સ્વરૂપ ધારણ કરે ત્યારે કોટિ કહેવાય છે. સત્તરમી અને અઢારમી સદીમાં ખૂબ પ્રચલિત આ કોટિનું સ્વરૂપ આયાસપૂર્ણ કૃતકતા તરીકે રંગદર્શી કવિઓએ નકાર્યું. કોટિનો સંબંધ પટુતા, કૃતકતા, આયાસ સાથે છે. કોટિથી થતો આનંદ ઇન્દ્રિયવેદ્ય નહીં પણ બુદ્ધિજન્ય હોય છે. પ.ના.