ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/ક્રિયાવૃત્તાંત


ક્રિયાવૃત્તાંત (Diegesis) : ક્રિયાવૃત્તાંત અને ક્રિયાપ્રતિનિધાન (Mimesis) બંને કાર્યો કે પ્રસંગોનાં નિરૂપણનાં પાસાંઓ છે. જે દર્શાવવામાં આવે કે ભજવવામાં આવે તે ક્રિયાપ્રતિનિધાન. જેનું કથન થયું હોય કે જેનું વૃત્તાંત આપવામાં આવ્યું હોય તે ક્રિયાવૃત્તાંત. આમ ક્રિયાવૃત્તાંત એ નિરૂપણાત્મક પાઠમાંનાં કાર્યો અને પ્રસંગોની શ્રેણીનો અર્થઘટનકાર દ્વારા થયેલો અન્વય છે. હ.ત્રિ.