ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ખ/ખરીતો


ખરીતો (Manifesto) : સંકલ્પિત કાર્ય, નીતિ, હેતુઓ તથા અભિપ્રાયો વગેરે અંગેનું સાર્વજનિક નિવેદન. વિકટર હ્યુગોના ‘ Cromwell’ની પ્રસ્તાવના ફ્રેન્ચ રંગદશિર્તાવાદના ખરીતારૂપ ગણાય છે. કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એન્ગલ્સ દ્વારા ૧૮૪૮માં પ્રકાશિત Communist Manifesto એમના સિદ્ધાન્તવિચારનું વિશ્વવિખ્યાત નિવેદન છે. સાહિત્યમાં ‘પરાવાસ્તવવાદ’ આદિ કલાઆંદોલનો અંગેના ખરીતાઓ જાણીતા છે. પ.ના.